Ahmedabad: રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈ ચેકિંગ હાથ ધરાશે-આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, જુઓ Video

Fire Safety Inspection: અમદાવાદમા આવેલી ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના લાગ્યા બાદ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનુ નિવેદન સામે આવ્યુ છે. રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં પડેલી બિનજરુરી ચિજો પડી હતી. જેમાં શોટસર્કિટ થવાને લઈ આગ લાગી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 3:23 PM

 

અમદાવાદમા આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટના લાગ્યા બાદ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનુ નિવેદન સામે આવ્યુ છે. રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં પડેલી બિનજરુરી ચિજો પડી હતી. જેમાં શોટસર્કિટ થવાને લઈ આગ લાગી હતી. પ્રાથમિક જાણકારી આ પ્રકારની સામે આવ્યા બાદ હવે રાજ્યનુ આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે. આરોગ્ય પ્રધાને કહ્યુ છે કે આ ઘટનાને લઈ રાજ્યમાં આવેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની તપાસ કરવામાં આવશે અને આવી ઘટનાઓની સામે સાવચેતીના આગોતરા પગલા હાથ ધરવામાં આવશે.

પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યુ હતુ કે, મલ્ટી સ્પેશિયાલિસ્ટ અને અન્ય સરકારી હોસ્પિટલોમાં તપાસ શરુ કરવામાં આવશે. બિનજરુરી ચિજો જે હોસ્પિટલોના બેઝમેન્ટ કે અન્ય સ્થળે પડી હશે એવા ભંગારનો તત્કાળ નિકાલ કરવા માટે સૂચનાઓ કરવામાં આવશે. તપાસ દરમિયાન બેદરકારી દાખવતી સામે આવનારી હોસ્પિટલના જવાબદારોની સામે આરોગ્ય વિભાગ હવે લાલ આંખ કરશે.

આ પણ વાંચોઃ Sabarkantha: અમદાવાદમાં દિકરાના ઘરે રોકાવા આવેલા ખેડબ્રહ્માના વેપારી પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા, 15 લાખની ચોરી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">