Breaking News : વડોદરા શહેરમાં વધુ એક વખત બની બોગસ ફાયર NOCની ઘટના
વડોદરામાં અક્ષર ગ્રીન્સ બિલ્ડિંગના બોગસ ફાયર NOCનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જૂની NOC કોપી કરીને તારીખો અને સમયગાળામાં છેડછાડ કરી નકલી સર્ટિફિકેટ બનાવાયું.
વડોદરા શહેરમાં વધુ એક વખત બોગસ ફાયર NOCનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અક્ષર ગ્રીન્સ નામની હાઈરાઈઝ બિલ્ડિંગના ફાયર NOCમાં ગંભીર છેડછાડ કરીને નકલી સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જૂની NOCની કોપી કરીને તેમાં તારીખો અને સમયગાળા (ટેન્યોર)માં ફેરફાર કરવામાં આવ્યા હતા અને તેને નવી NOC તરીકે રજૂ કરવામાં આવી હતી.
આ મામલાની સૌથી ગંભીર બાબત એ છે કે આ નકલી NOC પર સસ્પેન્ડેડ ફાયર ઓફિસરની સહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ફાયર વિભાગ દ્વારા ત્રણ વર્ષ માટે NOC આપવામાં આવે છે, પરંતુ આ કથિત ફેક NOCમાં સમયગાળા સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી.
શહેરમાં અગાઉ પણ આવા નકલી ફાયર NOCના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આવા કૌભાંડો હાઈ-રાઈઝ બિલ્ડિંગ્સની ફાયર સેફ્ટી અને તેમાં રહેતા રહેવાસીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઊઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓ અટકાવી શકાય.
બર્થડે બંપના નામે તમારા બાળકો સાથે તો નથી થઈ રહ્યું ને આવું ! મારી-મારીને પીઠ કરી દીધી લાલ
