રાજ્યમાં મહેસાણા અને નવસારી સહિત ત્રણ શહેરોમાં આગની ઘટના, માલમત્તાને ભારે નુકશાન

| Edited By: | Updated on: Oct 24, 2022 | 12:07 PM

આ આગમાં દુકાનોમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મહત્વનું છે કે, યાત્રાધામ બહુચરાજીમાં ફાયર સ્ટેશનના હોવાને કારણે ભારે મુશ્કેલી સર્જાઈ હતી.

મહેસાણા (Mehsana)  જિલ્લામાં યાત્રાધામ બહુચરાજીમાં 3 દુકાનમાં લાગી આગ (Fire) હોવાના સમચાર મળી રહ્યા છે. બે ફરસાણ અને એક બ્યુટી પાર્લરમાં રાત્રિ દરમ્યાન આગ લાગી હતી.  મહેસાણા નગર પાલિકાના (Mehsana Nagarpalika) 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી. જો કે આ આગમાં દુકાનોમાં રહેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મહત્વનું છે કે, યાત્રાધામ બહુચરાજીમાં ફાયર સ્ટેશનના (Fire Station)  હોવાને કારણે ભારે મુશ્કેલી સર્જાઈ હતી.

બે મકાનમા આગ લગતા દોડધામ મચી હતી

તો ભરૂચના જંબુસર તાલુકાના કોરા ગામે મોડી રાતે નવી વસાહતમા સોટસર્કિટથી બે મકાનમા આગ લગતા દોડધામ મચી હતી. જો કે કલાકોની જહેમત બાદ આ આગ પર કાબુ મેળવાયો છે. આ ઘટનામાં કોઈ જાનમાલના અહેવાલ મળી રહ્યા નથી. તો બીજી તરફ નવસારી શહેરમાં આવેલા છાપરા રોડમાં આવેલ ગાયવાડી સોસાયટીમાં પણ આગની ઘટના બની હતી. સોસાયટીમાં મકાનની ઉપર બનાવેલ ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. નવસારી ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે ગોડાઉન અને ઘરને મોટા પ્રમાણમાં નુકસાન થયા હોવાની માહિતી મળી રહી છે.

Published on: Oct 24, 2022 11:52 AM