ખેડા : નડિયાદમાં પરવાનગી વગર ઠેર ઠેર ખુલી ફટાકડાની હાટડીઓ, માત્ર 35 પાસે જ NOC, જુઓ વીડિયો

|

Nov 11, 2023 | 12:28 PM

નડિયાના સંતરામ રોડ, પારસ સર્કલ, ઉત્તરસંડા રોડ સહિતના ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં પરવાનગી વગર જ ફટાકડાની અનેક દુકાનો ખૂલી છે. આવી સ્થિતિ વચ્ચે કોઇ મોટી ઘટના બને તો સુરક્ષાને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. નડિયાદ ફાયર દ્વારા માત્ર 35 વેપારીઓને જ NOC આપવામાં આવ્યું છે.

દિવાળીના તહેવારોમાં ફટાકડા વેચવા માટે તંત્રની મંજૂરી જરૂરી છે, પરંતુ ખેડાના નડિયાદ શહેરમાં ઠેર ઠેર પરવાનગી વગરની ફટાકડાની હાટડીઓ ખૂલી છે. નડિયાના સંતરામ રોડ, પારસ સર્કલ, ઉત્તરસંડા રોડ સહિતના ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં પરવાનગી વગર જ ફટાકડાની અનેક દુકાનો ખૂલી છે. આવી સ્થિતિ વચ્ચે કોઇ મોટી ઘટના બને તો સુરક્ષાને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો- બનાસકાંઠામાં મિઠાઈના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની સતત કાર્યવાહી, ભેળસેળની આશંકાએ તપાસ

વેપારીએ ફટાકડાના વેચાણ માટે પ્રાંત કચેરીમાંથી હંગામી પરવાનગી લેવી પડે છે, જે ફાયર વિભાગની ભલામણ પછી જ આપવામાં આવે છે, પરંતુ નડિયાદ ફાયર દ્વારા માત્ર 35 વેપારીઓને જ NOC આપવામાં આવ્યું છે. જ્યારે કે બાકીની ફટાકડાની દુકાનો પરવાનગી વગર ધમધમી રહી છે, ત્યારે સવાલ એ છે કે જો આગની દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે ?

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video