કચ્છ : રાપરના ગાગોદર ગામે ગૌશાળામાં લાગી આગ, ઘાસચારો બળીને ખાખ, જુઓ વીડિયો
રાપરના ગાગોદર ગામમાં આવેલ ગૌશાળામાં ભીષણ આગ લાગી હતી. ગામની ગૌશાળામાં આગ લાગી હોવાની ગ્રામજનોને જાણ થતાં લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ ફાયર વિભાગને પણ જાણ કરાઇ હતી.
દિવાળીના પર્વ દરમિયાન આગના બનાવોમાં વધારો જોવા મળતો હોય છે, ત્યારે કચ્છમાં પણ ગૌશાળામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગના કારણે ગૌશાળામાં રહેલો ઘાસચારો બળીને ખાખ થયો હતો. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ બૂઝાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
આ પણ વાંચો કચ્છ : સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે સાંસદ વિનોદ ચાવડાએ ઉજવી દિવાળી
મળતી માહિતી અનુસાર, રાપરના ગાગોદર ગામમાં આવેલ ગૌશાળામાં ભીષણ આગ લાગી હતી. ગામની ગૌશાળામાં આગ લાગી હોવાની ગ્રામજનોને જાણ થતાં લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ ફાયર વિભાગને પણ જાણ કરાઇ હતી.
(With Input : Jay Dave)