Gandhinagar : જુના સચિવાલયની એકાઉન્ટ એન્ડ ટ્રેઝરીની ઓફિસમાં લાગી આગ, મહત્વના દસ્તાવેજો આગમાં રાખ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 08, 2023 | 8:29 PM

ગાંધીનગરના જુના સચિવાલય બ્લોક નંબર -17 માં પહેલા માળે આગ લાગવાની ઘટના બની છે. પહેલા માળે આવેલ એકાઉન્ટ એન્ડ ટ્રેઝરી ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગમાં કચેરીના મહત્ત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયાં હતાં.

Gandhinagar: જુના સચિવાલય બ્લોક નંબર 17 નાં પહેલા માળે એકાઉન્ટ એન્ડ ટ્રેઝરીની ઓફિસમાં સવારના સમયે અચાનક આગ લાગી હતી. આગે એકાએક મોટું સ્વરૂપ ધારણા કર્યું હતું. મહત્વના દસ્તાવેજો જ્યાં હતા ત્યાં આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કચેરીમાં એકાએક આગનો બનાવ બનતા મોટી સંખ્યામાં કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

આ પણ વાંચો : ટેક્ષ નહી ભરનાર સામે કલેકટર દ્વારા બોજાની નોંધણી પ્રક્રિયા શરૂ

થોડી જ ક્ષણમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાનાં ગોટેગોટા ઊડ્યાં હતા. ફાયર બ્રિગેડની ટીમ ભારે જાહેમત બાદ સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જો કે આ આગમાં ઓફિસમાં રાખેલ મહત્ત્વનાં દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયાં હતાં. ફાયરના અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવ્યુ હતું.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us