Kutch : ભચાઉમાં ખાનગી બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, હાઈવે પર લાગી વાહનોની લાંબી કતાર, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે કચ્છમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. કચ્છના ભચાઉમાં ખાનગી બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે કચ્છમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. કચ્છના ભચાઉમાં ખાનગી બસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સૂરજબારી ટોલ પ્લાઝા નજીક ખાનગી બસમાં આગ લાગતા દૂર-દૂર સુધી ધુમાડાનો ગોટે ગોટા જોવા મળ્યા હતા. 4 કલાકની જહેમત બાદ આગ પર કાબૂમાં લેવામાં આવી છે. બસમાં આગ લાગવાના કારણે ટ્રાફિકજામ સર્જાયો છે. ટ્રાફિકને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે ભચાઉમાં ખાનગી બસમાં આગ લાગવાની દુર્ઘટના બનતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબુ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
