Bharuch Breaking News : અંકલેશ્વર જીઆઇડીસીમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી, ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ વીડિયો

Bharuch Breaking News : અંકલેશ્વર જીઆઇડીસીમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી, ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ વીડિયો

| Updated on: Feb 10, 2024 | 8:15 AM

ભરૂચ : અંકલેશ્વર જીઆઇડીસીમાં લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે. વહેલી સવારે આગની ઘટનાના પગલે ઔદ્યોગિક વસાહતમાં દોડધામ કરતાં ફાયર ફાઈટર નજરે પડી રહ્યા છે.

ભરૂચ : અંકલેશ્વર જીઆઇડીસીમાં લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે. વહેલી સવારે આગની ઘટનાના પગલે ઔદ્યોગિક વસાહતમાં દોડધામ કરતાં ફાયર ફાઈટર નજરે પડી રહ્યા છે. સૂત્રો અનુસાર જયંત પેકીંગ ઈન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે.

કંપનીમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ઉપર કાબુ મેળવવાના કંપનીના પ્રયાસ અપૂરતા સાબિત થતા ફાયર બ્રિગેડને કોલ અપાયો હતો. અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટર ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળે પહોંચ્યા છે જે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 10, 2024 08:05 AM
g clip-path="url(#clip0_868_265)">