Bharuch : દહેજની કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારોમાં અફરા-તફરીનો માહોલ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવે છે. ત્યારે ભરુચના દહેજમાં પણ ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. દહેજ યુનિવર્સલ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ થઈ છે.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવે છે. ત્યારે ભરુચના દહેજમાં પણ ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. દહેજ યુનિવર્સલ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ થઈ છે. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા છે.
કંપનીના ગોડાઉનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. પ્રાપ્તથતી વિગતો અનુસાર કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
વાપીમાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં લાગી આગ
બીજી તરફ વલસાડના વાપીનાં ડુગરામાં આવેલી એક પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. જો કે જીમિત પ્લાસ્ટિક પ્રોડકટ નામની કંપનીમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. આગે વિકરાળ રુપ ધારણ કરતા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
