Bhavnagar : જેલરોડ પર પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં લાગી આગ, જુઓ Video
ભાવનગરના જેલરોડ પર ભાજપ કાર્યાલય સામે પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના બની હતી. આગના બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે.
ગુજરાતમાં દિવસે દિવસે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગરના જેલરોડ પર ભાજપ કાર્યાલય સામે પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના બની હતી. આગના બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે. જો કે સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
ટાઇમાઉઝર કંપનીમાં લાગી ભીષણ આગ
બીજી તરફ ભરુચમાં ટાઈમાઉઝર નામની કંપનીમાં આગ લાગી હતી. જંબુસર નજીક ટાઇમાઉઝર કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેના પગલે તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ પ્લાન્ટ પર રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.