Bharuch : ઝઘડિયાના ભાલોદ ગામે એક મકાનમાં લાગી ભીષણ આગ, તમામ સામાન બળીને રાખ,જુઓ Video

Bharuch : ઝઘડિયાના ભાલોદ ગામે એક મકાનમાં લાગી ભીષણ આગ, તમામ સામાન બળીને રાખ,જુઓ Video

| Edited By: | Updated on: Oct 08, 2025 | 2:42 PM

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ભરુચના ઝઘડિયાના ભાલોદ ગામે માછીવાડમાં આગ લાગવાની ઘટના બની છે. માછીવાડમાં આવેલા મકાનમાં આગ લાગતા દોડધામ થઈ હતી.

ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ભરુચના ઝઘડિયાના ભાલોદ ગામે માછીવાડમાં આગ લાગવાની ઘટના બની છે. માછીવાડમાં આવેલા મકાનમાં આગ લાગતા દોડધામ થઈ હતી. અચાનક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે.

ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. જો કે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. મકાનમાં રહેલા તમામ સામાન બળીને રાખ થઈ રહ્યો છે. મકાન માલિક અંધ હોવાથી સરકાર મદદ કરે તેવી વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે મકાનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ધોરણે આગ કાબુ પર મેળવવામાં આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો