Bharuch : અંકલેશ્વર GIDCમાં આવેલી કંપનીમાં ભીષણ આગ, 8 કર્મચારી દાઝ્યા, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ભરુચના અંકલેશ્વરના GIDCમાં આગ લાગવાની ઘટના બની હતી. અંકલેશ્વર GIDCમાં આવેલી એલિવસ લાઇફ સાયન્સ કંપનીમાં આગ લાગવાની ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ દુર્ઘટનામાં 8 કર્મચારીઓ દાઝ્યા હતા. જેમાં 2 કામદારો ગંભીર રીતે દાઝ્યાં છે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ પીડિતોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર અન્ય 6 કામદારોને સામાન્ય ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા પોલીસ, સેફ્ટી એન્ડ હેલ્થ ટીમ સ્થળ પર પહોંચી હતા. જોકે ફાયર વિભાગની ટીમ દ્વાર આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. પ્રાપ્તથતી વિગતો અનુસાર દુર્ઘટનામાં હાલ કોઈ પણ જાનહાનિ થઈ નથી.