Amreli : સાવરકુંડલાના જૂના સાવર ગામે મધ્યસ્થ બેંકમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમરેલીના સાવરકુંડલાના જૂના સાવર ગામે આગની ઘટના બની છે. અમરેલી મધ્યસ્થ બેંકમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

બેંકમાં રહેલા તમામ સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
સુરતમાં કચરાના ઢગલામાં લાગી હતી ભીષણ આગ
બીજી તરફ આ અગાઉ સુરતમાં ગભેણી ચાર રસ્તા પાસે મોડી રાત્રે કચરાના ઢગલામાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તાત્કાલિક ધોરણે તેઓ આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. ફાયર કર્મચારીના 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.