Ahmedabad : નરોડામાં ભેખડ ધસી પડવાની ઘટનામાં કાર્યવાહી, બિલ્ડર, કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સામે નોંધાઈ FIR, જુઓ Video

Ahmedabad : નરોડામાં ભેખડ ધસી પડવાની ઘટનામાં કાર્યવાહી, બિલ્ડર, કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સામે નોંધાઈ FIR, જુઓ Video

| Edited By: | Updated on: Sep 11, 2023 | 11:54 PM

ફરિયાદીનો આરોપ છે કે કન્સ્ટ્રક્શન કંપનીની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી છે. જો દિવાલ કે પતરું હોત તો આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત. ઉલ્લેખનીય છે કે, ગત 9 સપ્ટેમ્બરે નરોડાની ફોર્ચ્યુન એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતાં 3 લોકોના મોત થયા હતા. જેઓ રાજસ્થાનના ડુંગરપુરના વતની હોવાનું સામે આવ્યું હતું.

Ahmedabad : નરોડામાં (Naroda) ભેખડ ધસી પડવાની ઘટનામાં આખરે 4 લોકો સામે FIR નોંધાઈ છે. મૃતક મહિલાના પતિએ બિલ્ડર, કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બિલ્ડર તરુણ પટેલ, અનિલ પટેલ સાઈટના એન્જિનિયર અશ્વિન સુથાર અને કોન્ટ્રાક્ટર સુરેશ પટેલ વિરુદ્ધ પોલીસે 304-A મુજબ ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો Ahmedabad : પોલીસકર્મીઓના તોડકાંડ મામલે હાઈકોર્ટમાં કાર્યવાહી, પોલીસ કર્મચારીઓએ તોડ કર્યો હોવાનું સરકારે સ્વીકાર્યું, જુઓ Video

ફરિયાદીનો આરોપ છે કે કન્સ્ટ્રક્શન કંપનીની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી છે. જો દિવાલ કે પતરું હોત તો આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત. ઉલ્લેખનીય છે કે, ગત 9 સપ્ટેમ્બરે નરોડાની ફોર્ચ્યુન એમ્પાયર કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતાં 3 લોકોના મોત થયા હતા. જેઓ રાજસ્થાનના ડુંગરપુરના વતની હોવાનું સામે આવ્યું હતું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો