ગુજરાતમાં તાપી-પાર-નર્મદા રિવર લિંક યોજના સ્થગિત, નાણાં પ્રધાન કનુ દેસાઈએ વિધાનસભામાં સત્તાવાર જાહેરાત કરી

|

Mar 30, 2022 | 11:06 PM

આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે આ કોંગ્રેસના સમયની યોજના છે. મંત્રી તરીકે અમે ખાતરી આપી હતી કે આ યોજના અમલી નહિ બને. અમે કોઈની જમીન લેવા માંગતા નથી. અમે ખાતરી આપી છે એ પ્રમાણે અમે કેન્દ્રીય નેતાઓને મળ્યા છીએ. ખૂબ લાંબી ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે કે પાર તાપી યોજના અમલી નહિ બને તેને સ્થગિત કરવામાં આવે છે.

ગુજરાતમાં(Gujarat)આદિવાસી સમાજના વિરોધનો વંટોળ બનેલી અને દક્ષિણ ગુજરાત માટે અતિ મહત્વની એવી તાપી-પાર-નર્મદા રિવર લિંક યોજના(Tapi Par Narmada River Link)સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈએ(Kanu Desai)તે અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. રાજ્યના આદિવાસી સમાજના લોકો તાપી-પાર-નર્મદા રિવર લિંક યોજનાનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યાં હતા. આ યોજનાથી આદિવાસીઓને ઘર-મકાન છિનવાઈ જવાનો ડર હતો. આ અંગેનો નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગજેન્દ્ર શેખાવત, સી. આર.પાટીલ અને અન્ય સાંસદો, ધારાસભ્યોની બેઠકમાં જ લેવાઈ ગયો હતો. જેની બાદ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં તેની સત્તાવાર જાહેરાત કરી હતી.

ગુજરાતના આદિવાસી સાંસદો અને ધારાસભ્યોની બેઠક મળી હતી

તેમજ આ અંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલના નેતૃત્વમાં કેન્દ્રીય ગુહપ્રધાન અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય સિંચાઇ મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાતના આદિવાસી સાંસદો અને ધારાસભ્યોની બેઠક મળી હતી. જેની બાદ આ યોજનાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.

ખૂબ લાંબી ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે કે પાર તાપી યોજના અમલી નહિ બને

તેમજ લાગણીઓના નામે કોંગ્રેસે રાજનીતિ કરી હોવાનો પણ ઋષિકેશ પટેલે આક્ષેપ કર્યો હતો. તેમજ અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસીઓની લાગણીઓને ઉશ્કેરવાની કોંગ્રેસે રાજનીતિ કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.આ ઉપરાંત આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે આ કોંગ્રેસના સમયની યોજના છે. મંત્રી તરીકે અમે ખાતરી આપી હતી કે આ યોજના અમલી નહિ બને. અમે કોઈની જમીન લેવા માંગતા નથી. અમે ખાતરી આપી છે એ પ્રમાણે અમે કેન્દ્રીય નેતાઓને મળ્યા છીએ. ખૂબ લાંબી ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે કે પાર તાપી યોજના અમલી નહિ બને તેને સ્થગિત કરવામાં આવે છે.

આ પણ વાંચો :  Gujarat માં આગામી બે દિવસ હિટવેવની આગાહી, ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરશે

આ પણ વાંચો :  નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે તથ્ય ન હોવાનો પુત્ર શિવરાજ પટેલનો દાવો

Next Video