ચોટિલામાં નલસે જલની ગેરંટીનો ફિયાસ્કો, ભરઉનાળે 40થી વધુ ગામોને પીવાનું પાણી જ નથી મળતુ, ધારાસભ્યે ખુદ કરી રજૂઆત

|

May 20, 2024 | 7:10 PM

સુરેન્દ્રનગરના ચોટિલામાં પાણીનો પ્રશ્ન દિવસે દિવસે વધુને વધુ વિકટ બની રહ્યો છે. તાલુકાના 40 થી વધુ ગામોમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાઈ છે અને ગામલોકોને પીવાનુ પાણી પણ નથી મળી રહ્યુ. ખુદ ધારાસભ્યે કલેક્ટર ઓફિસે દોડી જઈ આ અંગે રજૂઆત કરી છે.

સરકાર ભલે હર ઘર નલ અને હર ઘર જલના દાવા કરતી હોય. નલ સે જલની ગેરંટી આપતી હોય પરંતુ હકીકત તેનાથી તદ્દન જૂદી છે. સુરેન્દ્રનગરના ચોટિલાના 40 ગામો ભરઉનાળે પીવાના પાણી વિના વલખાં મારવા માટે મજબુર બન્યા છએ. અહીં છેલ્લા કેટલાય દિવસોથી ગામમાં પીવાનુ પાણી નથી આવી રહ્યુ. સમસ્યા એટલી હદે વિકટ બની છે કે ખુદ ધારાસભ્ય શામજી ચૌહાણ કલેક્ટર ઓફિસે દોડી ગયા હતા અને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની રજૂઆત કરી છે. ધારાસભ્યની માગ છે કે જો ત્વરિત અસરથી પાણીની લાઇન દ્વારા પાણી ન પહોંચાડી શકાય તો, ટેન્કરનો સહારો લેવામાં આવે.

હાલ ગામલોકોને પીવાનુ પાણી નથી મળી રહ્યુ. આગ વરસાવતી ગરમી વચ્ચે ગામલોકો પીવાના પાણી માટે કષ્ટો સહન કરવા મજબુર બન્યા છે ત્યારે સરકારના હર ઘર જલના દાવાનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે. સૌની યોજના દ્વારા ગામેગામ પાણી પહોંચાડવાના મોટા મોટા દાવા તો ઘણા કરાય છે પરંતુ ઉનાળો આવતા જ યોગ્ય આયોજનના અભાવે અનેક એવા ગામો હોય છે પાણી વિના હાલાકી વેઠવા મજબુર બને છે.

આ પણ વાંચો: અમદાવાદ ઍરપોર્ટ પરથી પકડાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર, પાકિસ્તાની આકા અબુના ઈશારે કરતા હતા કામ

 

Next Video