Valsad : સેલવાસમાં લો-લેવલ બ્રિજ પરથી 7 વર્ષના પુત્ર સાથે પિતા તણાયા, જુઓ Video

|

Jul 22, 2023 | 11:56 AM

મધુબન ડેમમાંથી અચાનક પાણી છોડાતા સેલવાસના ડોકમડી ખાતે આવેલા લો-લેવલ બ્રિજ પર પાણી વધી જતાં કારમાં સવાર પિતા-પુત્ર તણાયા હતા. અકસ્માતની જાણ થતાં NDRF અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી.

Valsad : દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદ બાદ જળાશયોમાં પાણીના સ્તર વધ્યા છે. ત્યારે નદીમાં પાણી છોડાતા દુર્ઘટનાઓ પણ વધી છે. સંઘપ્રદેશ સેલવાસના ડોકમડી ખાતે આવેલા લો-લેવલ બ્રિજ પર પાણી વધી જતાં કારમાં સવાર પિતા-પુત્ર તણાયા હતા. મળતી માહિતી અનુસાર પિતા પોતાના 7 વર્ષના બાળક સાથે બજાર તરફ જતા હતા. આ દરમિયાન લો-લેવલ બ્રિજ પર અચાનક પાણીનું સ્તર વધી જતાં કાર તણાઈ હતી. જે બાદ અકસ્માતની જાણ થતાં NDRF અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી. જો કે, બંનેની કોઈ ભાળ મળી નથી.

આ પણ વાંચો Rain Updates: રાજ્યના 85 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ વલસાડના કપરાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો

મધુબન ડેમમાંથી અચાનક પાણી છોડાતા આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ત્યારે સ્થાનિકો પણ રોષ ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે પાણી છોડાયું તો બ્રિજ કેમ બંધ ન કરાયો? જ્યારે દુર્ઘટના બાદ બેરિકેડ મુકાયા છે. જો કે, આ સમસ્યા વર્ષોથી યથાવત્ છે. છતાં કોઈ કાયમી ઉકેલ લવાયો નથી. સેલવાસના આસપાસના અનેક ગામના લોકો અવર જવર માટે આ લો-લેવલ બ્રિજનો ઉપયોગ કરે છે. દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે. લોકોની માગ છે કે, ઉંચો બ્રિજ બનાવી આવી દુર્ઘટનાઓને દૂર કરવામાં આવે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video