સુરતમાં (Surat) વાલીઓ માટે ચેતવણીરૂમ કિસ્સો આવ્યો સામે આવ્યો છે. રમત રમતમાં ત્રણ મહિનાની બાળકીનું મોત થયુ છે. જો કે આ ઘટનામાં પિતા જ બાળકીને રમાડતા હતા તે દરમિયાન બાળકીનું મોત થયુ છે. ઘટના કઇક એવી છે કે પિતા પોતાની ત્રણ મહિનાની દીકરીને રમાડી રહ્યા હતા. પિતાએ પોતાની પુત્રીને હવામાં ઉછાળી હતી. વધુ ઊંચે ઉછળતા પુત્રીનું માથુ પંખાના પાંખીયામાં આવી ગયુ હતુ. જે પછી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું મોત થયુ છે.
પિતાએ બાળકીને હવામાં જોરથી ઉછાળતા તેનું માથુ પંખા સાથે ભટકાયુ હતુ. જે પછી બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જો કે ટૂંકી સારવાર દરમિયાન જ બાળકીનું મોત થયુ હતુ. મળતી માહિતી પ્રમાણે બાળકીના પિતા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને ચાર સંતાન પૈકી મૃતક ઝોયા સૌથી નાની દીકરી હતી. ત્યારે નાની દીકરીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો