Vadodara: ફતેહગંજ પોલીસે વિઝાના નામે ઠગાઈ કરનાર પિતા-પુત્રને અમદાવાદથી ઝડપ્યા, ઠગબાજોને વડોદરા લવાયા, જુઓ Video
વડોદરામાં વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં વિદેશ જવા વિઝા અપાવવાના નામે ઠગાઈ કરનાર પિતા-પુત્ર ઝડપાયા છે. વડોદરાના ફતેહગંજ પોલીસે વિઝાના નામે 3.05 કરોડથી વધુની ઠગાઈ કરનારને ઝડપ્યા છે.
Vadodara : વિદેશ જવાની ઘેલછામાં અત્યારે અનેક ગુજરાતીઓએ કરોડા રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યાં વડોદરામાં વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં વિદેશ જવા વિઝા અપાવવાના નામે ઠગાઈ કરનાર પિતા-પુત્ર ઝડપાયા છે. વડોદરાના ફતેહગંજ પોલીસે વિઝાના નામે 3.05 કરોડથી વધુની ઠગાઈ કરનારને ઝડપ્યા છે.
બંન્ને આરોપીને રાજેન્દ્ર શાહ અને રીંકેશ શાહ અમદાવાદના બોપલમાંથી ઝડપાયા છે. 19 જુલાઈએ છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ પિતા-પુત્ર ફરાર થયા હતા. વિઝા આપવાની નામ પર છેતરપિંડી કરનાર ઠગબાજ પિતા-પુત્રને વડોદરા લાવવામાં આવ્યા છે.
તો બીજી તરફ આ અગાઉ અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસસ્ટેશનમાં એક વિઝા એજન્ટ સામે ફરિયાદ નોંધાઇ હતી. આરોપીએ એક યુવક પાસેથી ટોકન, એડમિશન ફી, ટ્રાવેલીંગ કાર્ડ અને સ્ટુડન્ટ ફી નાં કુલ 24.34 લાખ ખંખરી લઇ કામ ન કરી આપી સંપર્ક તોડી નાખ્યો હતો. જેથી આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતો.