Navasari : નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે ટક્કર, રસ્તા પર એસિડ ઢોળાતા 1 કિલોમીટર સુધી વર્તાઈ અસર, જુઓ Video

| Edited By: | Updated on: May 04, 2023 | 12:06 PM

નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રક અને એસિડ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે ટેન્કરમાં ભરેલું એસિડ રસ્તા પર ઢોળાઈ ગયું હતું. અને તેની અસર એક કિલોમીટર સુધી વર્તાઈ હતી,

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ અકસ્માતની ઘટના નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર બની છે.  નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રક અને એસિડ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે ટેન્કરમાં ભરેલું એસિડ રસ્તા પર ઢોળાઈ ગયું હતું. આ ઘટના હાઈવે પરના વેસ્મા ગામ પાસેની છે. જ્યાં ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલા ટેન્કર સાથે ટક્કર વાગી હતી. જેમાં ટેન્કરનું એસિડ રસ્તા પર ઢોળાતા એક કિલોમીટર સુધી તેની અસર વર્તાઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજીતરફ પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

આ પણ  વાંચો : Ram Navami violence: શું તુષ્ટિકરણની રાજનીતિ હવા આપવાનું કામ કરી રહી છે? રામ નવમી હિંસા બોલ્યા અનુરાગ ઠાકુર

સુરતના બલેશ્વર ખાતે સર્જાયો અકસ્માત

તો બીજી તરફ સુરતના બલેશ્વર ખાતે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ટેન્કર પાછળ બે વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કર પાછળ ટ્રક અને ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…