અમદાવાદ: સાણંદ-વિરમગામ હાઇવે પર એક સાથે 10 ટ્રેકટરનો અકસ્માત, લાખો મણ ડાંગર રસ્તા પર ઢોળાઇ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 09, 2023 | 11:30 AM

સાણંદ-વિરમગામ હાઇવે પર એક સાથે 10 ટ્રેકટરનો અકસ્માત થવાની ઘટના બની છે. જેના કારણે ખેડૂતોનું મોટુ નુકસાન થયુ છે. અકસ્માતના પગલે મહેનતથી પકવેલી ડાંગર ક્ષણ વારમાં રસ્તા પર વિખેરાઇ ગઇ હતી.

અમદાવાદમાં સાણંદ-વિરમગામ હાઇવે પર સામાન્ય રીતે અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે આ હાઇવે પર વધુ એક અકસ્માત થવાની ઘટના સામે આવી છે. હાઇવે પર એક સાથે 10 ટ્રેકટરનો અકસ્માત થવાની ઘટના બની છે. જેના કારણે ખેડૂતોનું મોટુ નુકસાન થયુ છે.

આ પણ વાંચો- સુરતઃ કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ માથાનો દુઃખાવો બની રહી છે ! જાણો કઈ રીતે?

સાણંદ-વિરમગામ હાઇવે પર એક સાથે 10 ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાયો હતો. ડાંગરનો જથ્થો લઇને જતા ખેડૂતોને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે લાખો મણ ડાંગર રસ્તા પર ઢોળાઇ ગઇ હતી. મહેનતથી પકવેલી ડાંગર ક્ષણ વારમાં રસ્તા પર વિખેરાઇ ગઇ હતી. ખેડૂતો ટ્રકચાલકે આ અકસ્માત સર્જયો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો