Gujarat Rain : રાજ્યમાં ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પાકને જીવનદાન મળ્યુ છે તો કેટલાક વિસ્તારમાં વરસાદના પગલે પાકને નુકસાન થયુ છે. બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સૌથી કફોડી સ્થિતિ થરાદ પંથકની છે.
થરાદના કેટલાંક ગામોમાં પડેલા ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે. TV9ના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો જગતના તાત પર સર્જાયેલી ઘાતની ચાડી ખાઇ રહ્યા છે. કોઇ નદી કે નાળાના નહીં પરંતુ ખેતરમાંથી વહી રહેલા પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. અને વરસાદ સાથે નદીઓના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. બનાસકાંઠાના થરાદ પંથકના ડોડા, ખાનપુર અને નાગલા જેવા ગામોમાં ખેતીવાડીમાં વ્યાપક નુકસાનીનો અંદાજ છે. ખેતરમાં તૈયાર ચોમાસુ પાક પર પાણી ફરી વળ્યું છે. અને ખેડૂતોને માથે હાથ મુકીને રોવાનો વારો આવ્યો છે. ત્યારે કેવી છે થરાદના ડોડા ગામના ખેતરોની સ્થિતિ અને શું કહી રહ્યો છે તાત