જામનગર વીડિયો : કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ, જાહેર માર્ગો પર ફરી વળ્યા પાણી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ત્યાં ખરેડી,નિકાવા, પીપર,આણંદપર, નાના વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો ભારે પવન સાથે વરસાદ વરસતા જાહેર માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે.
રાજ્યમાં કારતકમાસમાં અષાઢ માસ જેવો માહોલ જોવા મળ્યો છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ત્યાં ખરેડી,નિકાવા, પીપર,આણંદપર, નાના વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
તો ભારે પવન સાથે વરસાદ વરસતા જાહેર માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે. જેમાં અનેક ખેડૂતાના ઉભા પાકને નુકસાન થઈ શકે છે. તો ધાણા, ચણા, જીરૂ સહિતના પાકને નુકસાનની ભીતિ છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2-3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના કરી છે. તેમજ જાણીતા હવામાન નિષ્ણાતો અનુસાર આ માવઠુ છેલ્લા 10 વર્ષમાં સૌથી મોટું છે.
