જુનાગઢમાં રાસાયણિક ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી, કૃષિમંત્રીને લખ્યો પત્ર- વીડિયો

જુનાગઢમાં રાસાયણિક ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી, કૃષિમંત્રીને લખ્યો પત્ર- વીડિયો

| Edited By: | Updated on: Nov 10, 2023 | 9:35 PM

જુનાગઢમાં રાસાયણિક ખાતરની અછત સામે આવી છે. હાલ ખેડૂતોએ મગફળી સહિતના શિયાળુ પાકનું વાવેતર કર્યુ છે. એ સમયે જ DAP ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. કેશોદના અજાબ ગામના સરપંચે ખાતરની અછતની સમસ્યા દૂર કરવા કૃષિમંત્રીને પત્ર લખ્યો છે.

જુનાગઢ જિલ્લાના ખેડૂતોને હવે ખાતર સમસ્યા સહન કરવાનો વારો આવ્યો છે. જિલ્લામાં રાસાયણિક ખાતરની અછત સર્જાતા ખેડૂતોને પારવાર હાલાકી થઈ રહી છે. હાલ ખેડૂતોએ મગફળી, તુવેર સહિતના નવા પાકોનું વાવેતર કર્યુ છે એ સમયે જ ખાતરની અછત ઉભી થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેશોદના અજાબ ગામના સરપંચે ખાતરની સમસ્યા મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર પણ લખ્યો છે.

આ પણ વાંચો: શ્રમિક પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 155 નવા વિતરણ કેન્દ્રોનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ- તસ્વીરો

અજાબ ગામના સરપંચે કૃષિમંત્રીને પત્ર લખ્યો

DAP જેવા રાસાયણિક ખાતર પુરા પાડવામાં આવે તેવી સરપંચે માગ કરી છે. સરપંચની રજૂઆત છે કે ખેડૂતોનો પાક ન બગડે અને સારુ ઉત્પાદન લઈ શકે તે માટે સત્વરે ખાતરની સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ. તેમણે ખેડૂતોને તાત્કાલિક રાસાયણિક ખાતર મળે તેવી માગ કરી છે.

Input Credit- Vijaysinh  Parmar- Junagadh

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો