Ahmedabad : ફરી એકવાર ભારતમાલા પ્રોજેક્ટ (Bharatmala Project) વિવાદમાં સપડાયો છે અને ખેડૂતોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. થરાદ-અમદાવાદ વચ્ચે એકસપ્રેસ હાઇવે (Tharad-Ahmedabad Express Highway) મુદ્દે હાઇકોર્ટમાં વધુ એક અરજી કરવામાં આવી છે. જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ ન્યાયની ગુહાર લગાવી છે. 61થી વધુ ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે.
ખેડૂતોનો અરજીમાં આરોપ છે કે હાઇવેના કામથી અનેક ખેડૂતોને નુકસાની વેઠવી પડી રહી છે. એટલું જ નહીં જમીન સંપાદન મુદ્દે નિયમોની પણ યોગ્ય અમલવારી ન થતી હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. ખેડૂતોએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં, કેન્દ્ર સરકાર, NHAI, જિલ્લા કલેકટર અને SDMને પક્ષકાર બનાવ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:42 am, Tue, 18 July 23