Dwarka News : ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતોને પારાવાર હાલાકી, PGVCL કચેરીએ જઈ ઠાલવ્યો રોષ- જુઓ Video

|

Sep 21, 2024 | 4:39 PM

દ્વારકાના ખંભાળિયા તાલુકામાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યાં હોવાની ઘટના સામે આવી છે.ખંભાળિયામાં પાકને પિયત માટે પૂરતી વીજળી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. સિંચાઈ માટે વીજ પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો રજૂઆત કરવા PGVCL કચેરીએ પહોંચ્યા હતા. તેમજ લાલુકા,ભીંડા, તથીયા સહિતના ગામોના ખેડૂતો સાથે રજૂઆત કરી હતી. જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો પણ ખેડૂતો સાથે હાજર રહ્યાં હતા. સમયસર વીજ પુરવઠો આપવાને લઈને ખેડૂતોએ ઉગ્ર માગ કરી છે. મગફળી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ છે.

વડોદરામાં ધોધમાર વરસાદ પડ્યો

બીજી તરફ વડોદરાના શિનોરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. મોટીભાગોળ, નાનીભાગોળ,માલસર રોડ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ ઉપરાંત સિવિલ કોર્ટ, સેગવા રોડ અને સાધલી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શિનોરમાં અત્યાર સુધી સિઝનનો 45 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

Next Video