Gir Somnath માં આ વર્ષે ઘઉંનું વાવેતર ઓછુ, કાજલી માર્કેટ યાર્ડમાં ઘઉંના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

|

Mar 22, 2022 | 9:12 AM

છેલ્લા બે-ત્રણ વર્ષથી ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે. કારણ કે ઘઉંના યોગ્ય ભાવ ખેડૂતોને મળતા ‌ન હતા. ત્યારે આ વર્ષે ઓછા પાકને કારણે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.

ગીર સોમનાથ (Gir Somnath)ના વેરાવળ કાજલી માર્કેટ યાર્ડ (Market Yard)ખાતે નવા ઘઉંના સારા ભાવ (Wheat price) મળી રહ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશી છે. કેટલાક પાકોમાં નુકસાની ગઈ છે. જ્યારે ઘઉંના ભાવ સારા મળતા ખેડૂતોને રાહત અનુભવી રહ્યા છે. કાજલી માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો માટે યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.કાજલી માર્કેટ યાર્ડમાં નવા ઘઉં અને ઘાણા તથા ચણાની આવક સારા એવા પ્રમાણમાં ગીર સોમનાથના વેરાવળ આવી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ કમોસમી ‌વરસાદ અને માવઠાની અસર રવિ પાકોમાં જોવા મળી હતી.

ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં ઘઉંનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે. પણ‌ છેલ્લા બે-ત્રણ વર્ષથી ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે. કારણ કે ઘઉંના યોગ્ય ભાવ ખેડૂતોને મળતા ‌ન હતા. ત્યારે આ વર્ષે ઓછા પાકને કારણે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. ઘઉંના ભાવ પ્રતિ મણ 475 રૂપિયા સુધીના બોલાઇ રહ્યા છે. ઘઉંના સારા ભાવથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ગીર સોમનાથ જીલ્લામાં રવી પાકોનું વાવેતર 1.07 લાખ હેક્ટરમાં થયું છે. જેમાં ઘઉંનું સૌથી વધુ 49 હજાર 800 હેક્ટરમાં વાવેતર થયું છે. સારા ઉત્પાદન સામે ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં સારા ભાવ મળી રહ્યાં છે. ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે. કાજલી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મુશ્કેલીઓના પડે તેની દેખરેખ પણ રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો-

કચ્છ: વાગડમાં રાપર નજીક ભૂકંપનો આંચકો નોંધાયો, રિક્ટર સ્કેલ પર 3.2 ની તીવ્રતા નોંધાઈ

આ પણ વાંચો-

Petrol Diesel Price Today : 137 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

Next Video