અરવલ્લીઃ ખેતરથી ઘરે પહોંચેલા ખેડૂતની કાર આગમાં લપેટાઈ ગઈ, 68 વર્ષના વૃદ્ધનો બચાવ થતા રાહત
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં એક વૃદ્ધ ખેડૂતનો ખેતરેથી પરથ ફર્યા બાદ આબાદ બચાવ થયો હતો. ખેડૂત કાર લઈે ખેતરમાં જઈને ઘરે પરત ફર્યા હતા. ઘરે પહોંચ્યા વેંત જ કારમાં આગ ફાટી નિકળી હતી. જોકે સમયસૂચકતા સાથે વૃદ્ધ ખેડૂત કારની બહાર નિકળી જતા રાહત સર્જાઈ હતી.
ભિલોડા તાલુકાના ચિભોડા ગામે ખેતરમાંથી ઘરે પહોંચેલા ખેડૂતની કારમાં આગ લાગવાનો બનાવ નોંધાયો હતો. ખેડૂત કાર લઈને ખેતરમાં ગયા હતા અને બપોરે પરત ઘરે ફરવા દરમિયાન ઘર પાસે પહોંચતા જ કારમાં આગ પ્રસરી હતી. CNG કીટ લગાવેલી કારમાં આગ લાગવલાને લઈ સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી.
આ પણ વાંચોઃ ભારતના આ સુંદર પ્રદેશમાં પૂર્વ મંજૂરી વિના ત્યાંની ધરતી પર પગ પણ મુકી શકાતો નથી, જાણો
સ્થાનિક લોકોએ સળગતી કાર પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ ઝડપભેર પ્રસરતા સંપૂર્ણ કારને જ્વાળાઓમાં લપેટી લીધી હતી. કારમાં રહેલા 68 વર્ષિય ખેડૂત સમયસૂચકતા સાથએ કારમાંથી બહાર દોડી દવાને લઈ તેમનો બચાવ થતા મોટી રાહત સર્જાઈ હતી.
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ

