રાજ્યના 8 જિલ્લાના ખેડૂતો માટે રવિ સિઝનને લઈને આનંદના સમાચાર, કડાણા ડેમમાંથી કેનાલમાં છોડાશે પાણી, જુઓ વીડિયો

|

Nov 22, 2023 | 11:02 PM

રવિ સિઝનમાં ખેડૂતોએ રોપણી તો કરી દીધી છે. જોકે આ બાદ ખેડૂતો માટે હવે સારા સમાચાર સામે આવ્યા છે. હવે રાજ્યના 8 જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પુરૂતુ પાણી મળી રહેશે. હાલમાં 600 ક્યુસેક પાણી છોડાશે. જોકે બાદમાં તબક્કાવાર 700 ક્યુસેક પાણી છોડવામાં આવશે. આગામી 15 માર્ચ સુધી કેનાલમાં પાણી છોડાશે.

રાજ્યના 8 જિલ્લાના ખેડૂતો માટે રવિ સિઝનને લઈને આનંદના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને સુજલામ સુફલામ્ કેનાલ મારફતે સિંચાઇ મળશે. તેમજ પીવા માટે પાણી કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ્ કેનાલ મારફતે 600 ક્યુસેક ત્યારબાદ તબ્બકાવાર 700 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે. આગામી રવિ પાકને ધ્યાને લઇને ખેડૂતો માટે આગામી 15 માર્ચ સુધી આ પાણી છોડવામાં આવશે.

આ પણ વાંચો : હવામાન વિભાગની માવઠાની આગાહી, શાકભાજી અને ફળ ઉત્પાદન પર અસર થવાની શક્યતા, જુઓ વીડિયો

પાક ઉત્પાદનને લઈ ખેડૂતોની મુખ્ય જરૂરિયાત પાણી છે. ત્યારે હવે સરકાર દ્વારા આ  આંગે મહત્વનો નિર્ણય લીધો છે.  રાજ્યના તમામ 8 જિલ્લાઓમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. સરકારની મહત્વની સુજલામ સુફલામ જે યોજના અંતર્ગત કડાણા ડેમમાંથી કેનાલમાં પાણી છોડાશે. મહત્વનુ છે કે આ વાતને લઈ ખેડૂતોએ પણ ખુસી વ્યક્ત કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video