બોરસદમાં સરણાઈકુઈ ગામ પાસે પરિવારને નડ્યો ભયાનક અકસ્માત, જુઓ ઘટનાના સીસીટીવી

| Edited By: | Updated on: Nov 06, 2023 | 7:36 PM

આણંદમાં બોરસદના સરણાઈકુઈ ગામ પાસે અકસ્માતનો દર્દનાક વીડિયો સામે આવ્યો છે. જે અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે. પુરપાટ ઝડપે જતી કારનાં ચાલકે મોપેડને ટક્કર મારી અને મોપેડ સવાર દંપતિ હવામાં ફંગોળાતા પતિનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માતમાં પાંચ વર્ષની બાળકીને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું છે.

આણંદના બોરસદના સરણાઈકુઈ ગામ પાસે અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. પુરપાટ ઝડપે જતી કારનાં ચાલકે મોપેડને ટક્કર મારી હતી.

આ પણ વાંચો : જર્જરિત બ્રિજ ! મહીં કેનાલ પરના પુલનો સ્લેબ બેસી જતા રાહદારીઓને મુશ્કેલી

મોપેડ સવાર દંપતિ હવામાં ફંગોળાતા પતિનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માતમાં પાંચ વર્ષની બાળકીને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પત્ની અને બીજી બાળકીને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. સામે થી આવતી કાર અકસ્માત સર્જી નજીકના ખેતરમાં ઘુસી ગઈ હતી. બોરસદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે.

આણંદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 06, 2023 07:31 PM