જર્જરિત બ્રિજ ! મહીં કેનાલ પરના પુલનો સ્લેબ બેસી જતા રાહદારીઓને મુશ્કેલી
ઉમરેઠ તાલુકાના ભરોડાથી જીતપુરા ગામને જોડતા રસ્તા પરથી પસાર થતી મહીં કેનાલ પરના પુલનો સ્લેબ બેસી જતા બંને ગામના રહીશો આવવા જવાના એકમાત્ર ટૂંકા રસ્તાની સુવિધાથી વંચિત થઇ ગયા છે. જોકે કેટલાક લોકો જર્જરિત બ્રિજ પરથી મોતની સવારી કરતાં Tv9 ના કેમેરામાં કેદ થયા છે.
ઉમરેઠ તાલુકાના ભરોડા ગામથી જીતપુરા, બાજીપુરા, અહિમા તરફ આવવા જવાના માર્ગ વચ્ચે પસાર થતી મહી કેનાલ પરના બ્રિજનો સ્લેબમાં મસમોટી તિરાડ પડી હોવાનો બનાવ બન્યો છે. મહત્વનુ છે કે સ્લેબનો કેટલોક ભાગ બેસી ગયો છે. જેથી આ માર્ગ પરનો તમામ વાહન વ્હાવહાર બંધ થઇ જવા પામ્યો છે.
આ તમામ સ્થિતિ વચ્ચે જીતપુરા, બાજીપુરા, જીભાઈપુરા, અહિમા વગેરે ગામ સહિત પરાં વિસ્તારના લોકો આવવા જવાના રસ્તાની સુવિધા ગુમાવી ચૂક્યા છે. જીતપુરા બાજીપુરા વગેરે ગામના વિદ્યાર્થીઓ ભરોડા ખાતે આવેલી માધ્યમિક શાળામાં અભ્યાસ માટે આવે છે. આ ઉપરાંત ભરોડા આરોગ્ય કેન્દ્રમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો સારવાર માટે આવે છે. હાલ ડાંગર કાપણી, તમાકુની રોપણી જેવી કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલોપમેન્ટને ધ્યાને રાખી આણંદ ખાતે “પ્રબંઘન 2023” ની કરાઇ ભવ્ય શરૂઆત, જુઓ વીડિયો
જે તે લઈને ખેડૂતોને આવવા જવામાટે ભારે હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે. જોકે આણંદ સિંચાઈ વિભાગ દ્વારા માત્ર કેનાલની બંન્ને બાજુ બ્રિજ જર્જરિત હોવાના પાટિયા કામગીરી કર્યાનો સંતોષ અનુભવી રહ્યાં છે.