મહેસાણા : નકલી બીડી-તમાકુના વેપારનો પર્દાફાશ, વડનગરના ચાંદપુરથી ઝડપાયો નકલી માલ

મહેસાણા : નકલી બીડી-તમાકુના વેપારનો પર્દાફાશ, વડનગરના ચાંદપુરથી ઝડપાયો નકલી માલ

| Edited By: | Updated on: Dec 22, 2023 | 7:17 PM

મહેસાણાના વડનગરમાં આવેલા ચાંદપુર ગામથી વિવિધ બ્રાન્ડની નકલી બીડી-તમાકુ અને નકલી ગુટખા જપ્ત કરવામાં આવી છે. મહેસાણા SOGએ સ્થળ પરથી નકલી મુદ્દામાલ સાથે શેખ સલમાન પુનમખા નામના શખ્સની ધરપકડ કરી છે. તો, આ રીતે ચાલતા નકલી વેપાર બાબતે પોલીસે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યભરમાં નકલીના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે મહેસાણાથી નકલી બીડી-તમાકુ અને ગુટખાના વેપારનો પર્દાફાશ થયો છે. મહેસાણાના વડનગરમાં આવેલા ચાંદપુર ગામથી વિવિધ બ્રાન્ડની નકલી બીડી-તમાકુ અને નકલી ગુટખા જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો ફિલ્મી સ્ટાઈલમાં થયેલ 45 લાખની જોટાણા લૂંટનો ભેદ ઉકેલાયો, UP ની જેલમાં ઘડાયો હતો પ્લાન

અલગ-અલગ બ્રાન્ડની બીડીના 57 બોક્સ, તમાકુના 20 બોક્સ સાથે ગુટખાનો મુદ્દામાલ ઝડપાયો છે. મહેસાણા SOGએ સ્થળ પરથી 27 હજાર કરતા વધુના નકલી મુદ્દામાલ સાથે શેખ સલમાન પુનમખા નામના શખ્સની ધરપકડ કરી છે. તો, આ રીતે ચાલતા નકલી વેપાર બાબતે પોલીસે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો