Gujarati Video : નકલી બીજના નટવરલાલ કોણ ? ખેતીને નુકસાન, ખેડૂતોને ફટકો !

Gujarati Video : નકલી બીજના નટવરલાલ કોણ ? ખેતીને નુકસાન, ખેડૂતોને ફટકો !

| Edited By: | Updated on: Jun 08, 2023 | 11:42 PM

ગુજરાત કોંગ્રેસનો આરોપ છે કે સરકાર જાણી જાઈને બીજ બુટલેગરોને પ્રોત્સાહન આપી રહી છે. કિસાન કોંગ્રેસે આ અંગે મુખ્યપ્રધાનને લેખીત રજૂઆત કરી પગલા લેવા રજૂઆત કરી છે. કિસાન કોંગ્રેસનો આરોપ છે કે બીજગ્રામ યોજના હોય કે કૃષિ યુનિવર્સિટીમાં સંશોધનની વાત હોય સરકાર જાણી જોઈને આખ આડા કાન કરી રહી છે

Gandhinagar: નકલી બીજ મામલે રાજ્યમાં હવે નવું રાજકીય ઘમસાણ શરૂ થઈ ચૂક્યુ છે. ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આજે નકલી બીજ મામલે ગંભીર આરોપ લગાવ્યા હતા. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે બીજ બુટલેગરોને સરકાર જ પ્રોત્સાહન આપે છે. કિસાન કોંગ્રેસનો આરોપ છે કે બીજ બુટલેગરોનું એક એસોસિએશન બન્યું છે જેમાંથી રૂપિયા અધિકારીઓથી લઈને મંત્રી સુધી પહોંચે છે. બીજી તરફ ભાજપે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી કોંગ્રેસ ખેડૂતોમાં ભ્રમ ફેલાવતી હોવાનો વળતો આક્ષેપ કર્યો.

આ પણ વાંચો : જાણો કઈ રીતે થાય છે સીમ સ્વેપ સાયબર ફ્રોડ, મોબાઈલ નેટવર્ક બંધ કરી મેળવી લે છે લાખો કરોડો રૂપિયા

બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રીએ નકલી બીજ અંગે ખેડૂતોને સાવહકેટ રેવા પણ જણાવ્યુ હતું. જેમાં ખેડૂત સાથે છેતરપિંડીની ઘટના નહીં બને તે માતે ખેડૂતો પહોંચ સાથે બિયારણની ખરીદી કરે તેવી અપીલ કરી છે. છેતરપિંડી કરનારા આવા કોઈપણ તત્વોને બક્ષવામાં નહીં આવે તેમ મંત્રીએ જણાવ્યુ હતું. જો કે સાથે જ કૃષિપ્રધાને ખેડૂતોને પણ સાવધાની રાખવા અપીલ કરતાં કહ્યું કે, બિયારણની ખરીદી પહોંચ સાથે જ કરવી. એકબીજાના ઓળખીતાઓ પાસેથી ખરીદીતા બિયારણને કારણે નકલીનો વેપલો વધે છે. જો પહોંચથી ખરીદી હશે, તો આ નકલી બિયારણનું નેટવર્ક ઝડપથી તુટી જશે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો