Ahmedabad ISKCON Car Accident Video : અકસ્માતમાં માંડ માંડ બચેલા પ્રત્યક્ષદર્શીએ વર્ણવી સમગ્ર ઘટના, જાણો કેવી રીતે બન્યો બનાવ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જગુઆર કારચાલક તથ્ય પટેલે કેવી રીતે અકસ્માત સર્જ્યો? અને તે સમયે બ્રિજ પર શું પરિસ્થિતિ હતી. તેની સમગ્ર કહાની પ્રત્યક્ષદર્શીઓએ TV9 ગુજરાતીને જણાવી છે.
Ahmedabad ISCON bridge accident : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જગુઆર કારચાલક તથ્ય પટેલે કેવી રીતે અકસ્માત સર્જ્યો? અને તે સમયે બ્રિજ પર શું પરિસ્થિતિ હતી. તેની સમગ્ર કહાની પ્રત્યક્ષદર્શીઓએ TV9 ગુજરાતીને જણાવી છે. અકસ્માત સર્જાયો તે સમયે પ્રત્યક્ષદર્શીઓ ત્યાં જ હતા. પહેલેથી જ બ્રિજ પર થાર ગાડીનો અકસ્માત સર્જાયો હોવાથી ઈસ્કોન બ્રિજ પર ભીડ હતી. થાર ગાડી રસ્તાની વચ્ચે હતી. જ્યારે એકબાજુ લોકોની ભીડ હતી અને બીજી બાજુ રાહદારીઓએ વાહનો પાર્ક કર્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad Accident : ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં કુલ 9 લોકો બન્યા કાળનો કોળિયો, જાણો કોણ હતા આ તમામ લોકો
આ દરમિયાન પ્રત્યક્ષદર્શીઓ અને મૃત્યું પામનાર નિરવ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પરંતુ થાર ગાડીના અકસ્માતના કારણે તેઓ ટ્રાફિકમાં ફસાયા હતા. જેથી નિરવ જોવા ગયો હતો કે કયા કારણોસર ટ્રાફિક સર્જાયો હતો. આ દરમિયાન પ્રત્યક્ષદર્શી કુણાલે નિરવને પાછો બોલાવવા નીચે ઉતર્યો હતો. ઠીક તે સમયે જ જગુઆર કારચાલકે બધાને ઉડાવી દીધા હતા. અને ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો