અમદાવાદના(Ahmedabad)શાહીબાગ કેન્ટોનમેન્ટ(Shahibag) વિસ્તારમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર(Camp Hanuman Mandir)દર્શનાર્થીઓ માટે 7 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે..મંદિર 31 જાન્યુઆરી સુધી બંધ હતું. ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ પહેલી ફેબ્રુઆરીથી મંદિર ખોલવા ડિફેન્સ ઓથોરિટીની લેખિત મંજૂરી માંગી હતી. પરંતુ તેનો જવાબ ન મળતા નિર્ણય બદલીને 7 ફેબ્રુઆરીએ મંદિર ખોલવા નિર્ણય કર્યો છે. ટ્રસ્ટીઓ મુજબ આગામી 7 ફેબ્રુઆરીએ પૂર્વે કોરોનાના સંક્રમણ અંગે સમીક્ષા કરાશે. જો સંક્રમણ વધશે તો મંદિર ખોલવામાં આવશે નહીં અને સંક્રમણ ઘટશે તો મંદિર ખોલવાનો નિર્ણય કરાશે. હાલ કોઇ સ્પષ્ટતા કરવી મુશ્કેલ છે. હાલ મંદિરમાં નિયત સમયે જ આરતી થાય છે.
અમદાવાદ શહેરમાં 2 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. જ્યારે 24 વિસ્તારને દૂર કરાયા છે. આ ઉપરાંત હવે શહેરમાં કુલ 76 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. જેમાં નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં 30 મકાનના 87 જેટલા લોકો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. જયારે બોપલના ઈસ્કોન પ્લેટિનિયમના 26 ઘરો માઈક્રો કન્ટેન્મેન્ટમાં અને બોપલના ઈસ્કોન પ્લેટિનિયમના 26 ઘરોના 72 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ હેઠળ મૂકાયા છે. તેમજ ચાંદખેડાના અનિકેત એલિગન્સના 4 મકાનના 16 લોકોને પણ માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયા છે.
જો કે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને 2,399 નવા કેસ નોંધાયા. તો અમદાવાદ શહેરમાં 6 દર્દીના નિધન થયા છે. જ્યારે એક દિવસમાં સારવાર બાદ 4,433 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. જો કે અમદાવાદમાં મોતનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે.અમદાવાદમાં પાછલા 31 દિવસમાં 104 દર્દીને કાળમુખો કોરોના ભરખી ગયો છે.
આ પણ વાંચો : Solar Energy Budget 2022 : સોલર એનર્જી માટે 19500 કરોડની વધુ ફાળવણી
આ પણ વાંચો : Budget 2022: MSME સેક્ટર અને સ્ટાર્ટઅપ્સ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી આ વાત
Published On - 2:28 pm, Tue, 1 February 22