Gujarati NewsVideosGujarat videosExposing the Superstition in Junagadhs Bamangam Dargah Vigyan Jatha exposed the fool playing with peoples faith Watch Video
Gujarati Video : જૂનાગઢના બામણગામની દરગાહમાં ચાલતા ધતિંગનો પર્દાફાશ, લોકોની આસ્થા સાથે ખેલતા મૂંઝાવરને વિજ્ઞાન જાથાએ ખુલ્લો પાડ્યો
જૂનાગઢના દરગાહમાં ચાલતા ધતિંગ અને લોકોની આસ્થા સાથે ખેલતા મૂંઝાવરને વિજ્ઞાન જાથાએ ખુલ્લો પાડ્યો. ગામની હઝરત પીર જીવાશા બાપુની દરગાહમાં મૂંઝાવર બનેલો બનવાસા સમા નામનો શખ્સ લોકોને દોરા-ધાગા કરી તાંત્રિક વિધિ કરતો હોવાની ફરિયાદ મળી હતી.
Junagadh : અંધશ્રદ્ધાના નામે પોતાની દુકાન ચલાવતા વધુ એક ધુતારાનો પર્દાફાશ થયો છે. આ કિસ્સો જૂનાગઢના બામણગામનો છે. અહિં એક દરગાહમાં ચાલતા ધતિંગ અને લોકોની આસ્થા સાથે ખેલતા મૂંઝાવરને વિજ્ઞાન જાથાએ ખુલ્લો પાડ્યો. ગામની હઝરત પીર જીવાશા બાપુની દરગાહમાં મૂંઝાવર બનેલો બનવાસા સમા નામનો શખ્સ લોકોને દોરા-ધાગા કરી તાંત્રિક વિધિ કરતો હોવાની ફરિયાદ મળી હતી.
જે અંગેની ચકાસણી કરવા માટે વિજ્ઞાન જાથાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે બામણગામ ખાતે પહોંચી હતી. દરગાહમાં લોકો પોતાની સમસ્યાઓને લઇને આવતા અને ઠગ દોરા ધાગા બાંધી લોકોની આસ્થા સાથે રમત રમતો હોય છે. હાલ તો મૂંઝાવરના ધતિંગ ખૂલા પડી ગયા અને તેને દોરા-ધાગા આપવાનું બંધ કરવાની બાંહેધરી આપી દીધી છે. આ સાથે જ તેણે ખાતરી આપી છે કે લોકો દરગાહે આવી શકે છે. પોતાની ભક્તિ મુજબ દીવાબત્તી કરી શકે છે.
પરંતુ પોતે ક્યારેય પણ હવેથી કોઈ દોરા-ધાગા કે કોઈ વિધિ નહીં કરાવે તેવી બાંહેધરી આપવામાં આવી છે. આજના આધુનિક યુગમાં પણ ઘણા પાંખડીઓ પોતાની જાતને ચમત્કારી ગણાવી ભોળા લોકોને છેતરતા હોય છે. ત્યારે લોકોએ આવા લેભાગુ લોકો સામે જાગૃત થવાની ખાસ જરુર છે.