દ્વારકાના ભાણવડમાં હૈવાનિયતની હદ વટાવતી ઘટના સામે આવી છે. ભાણવડમાં એક શ્વાન પર કેટલાક શખ્સોએ અમાનુષી અત્યાચાર ગુજાર્યો. જે વિચારતા પણ કંપારી છૂટી જાય તેવુ આ નરાધમોએ એ શ્વાન પર કર્યુ. માર્કેટ યાર્ડ નજીકના વિસ્તારમાં ચાર જેટલા શખ્સોએ શ્વાન હડકાયુ થયુ હોવાનુ કહી પહેલા લાકડી વડે તેને ઢોર માર માર્યો. ચાર લોકો લાકડી લઈને આ શ્વાન પર તૂટી પડ્યા. આટલાથી પણ તેમને શાંતિ ન થઈ તો માર માર્યા બાદ શ્વાનની આંખો પણ ફોડી નાખી.
નિર્દયતાની તમામ હદો પાર કરનારા આ શખ્સો સામે ચોમેરથી ફિટકાર વરસી રહી છે. અસહ્ય અત્યાચાર અને પીડા ન સહન ન થતા શ્વાનનું થોડી કલાકોમાં જ પીડામાં કણસતા કણસતા જ મોત નિપજ્યુ છે. એક શખ્સ શ્વાનને ફટકારી રહ્યો હતો ત્યારે અન્ય તેનો વીડિયો બનાનવી રહ્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિલય મીડિયામાં વાયરલ થતા પશુપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. જીવદયા પ્રેમીઓએ આ શખ્સો સામે સખ્તમાં સખ્ત કાર્યવાહીની માગ કરી છે. હવે જોવુ રહેશે કે અબોલ જીવ પર આ પ્રકારે ક્રુરતા આચરનારા આ શખ્સો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે. આ લખાય છે ત્યા સુધી ચાર પૈકી એકપણ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી.
Published On - 1:30 pm, Sun, 23 June 24