ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ, રાજકીય સંડોવણીની શક્યતા, જુઓ Video

ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ, રાજકીય સંડોવણીની શક્યતા, જુઓ Video

| Edited By: | Updated on: Apr 19, 2025 | 3:04 PM

બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં દારૂગોળામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનાની તટસ્થ તપાસ થાય અને ગુનેગારનો ચહેરો સામે આવે તે માટે સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે. SITને 15 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ પણ કરાયો હતો.

બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં દારૂગોળામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેમાં 20થી વધારે શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટનાની તટસ્થ તપાસ થાય અને ગુનેગારનો ચહેરો સામે આવે તે માટે સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે. SITને 15 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ પણ કરાયો હતો. પરંતુ હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટના ઠેકાણા નથી. તપાસ માત્ર કાગળ પર ચાલી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

SITના રિપોર્ટમાં રાજકીય સંડોવણીનો પણ ખુલાસો

ઉલ્લેખનીય છે કે દુર્ઘટના બાદ 2 એપ્રિલે તપાસ માટે SITની રચના કરાઇ હતી. તો સૂત્રોનું માનીએ તો SITના રિપોર્ટમાં દુર્ઘટના પાછળ રાજકીય સંડોવણીનો પણ ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર પિતા-પુત્રની રાજકીય સંડોવણી હોવાનું સામે આવ્યું છે. કદાચ આ જ કારણ હોઇ શકે કે SIT રિપોર્ટ રજૂ કરતા પહેલા ફૂંકી ફૂંકીને છાશ પી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ પણ SITને રિપોર્ટ રજૂ કરવામાં એક સપ્તાહનો સમય લાગી શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે SIT પોતાનો રિપોર્ટ ક્યારે રજૂ કરે છે. આ રિપોર્ટમાં આરોપીઓનો પર્દાફાશ થશે કે કેમ ?

Input Credit- Atul Trivedi- Banaskantha

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો