Rajkot News : રાજકોટમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો, મચ્છરના ઉપદ્રવ બદલ 336 ઘરને નોટિસ ફટકારવામાં આવી, જુઓ Video

|

Oct 10, 2023 | 11:46 AM

રાજકોટમાં પણ બેવડી ઋતુના ( Double season) કારણે રોગચાળો વકરતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટમાં મચ્છરજન્ય ,પાણીજન્ય અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે.રાજકોટમાં એક સપ્તાહમાં માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રોમાં ( dengue ) ડેન્ગ્યુના 11 કેસ નોંધાયા છે. જ્યારે શરદી ઉધરસના 693, ઝાડા ઉલ્ટીના 175, સામાન્ય તાવના 54 અને ચિકનગુનિયા 4 કેસ નોંધાયા છે.

Rajkot : ગુજરાતમાં ચોમાસા પછી રોગચાળો બેકાબૂ બન્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીજન્ય રોગ ફેલાયા છે. તો રાજકોટમાં પણ બેવડી ઋતુના ( Double season) કારણે રોગચાળો વકરતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. રાજકોટમાં મચ્છરજન્ય ,પાણીજન્ય અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે.

આ પણ વાંચો : Rajkot: મોંઘવારીનો વધુ એક માર, શિયાળા પહેલા શાકભાજીના ભાવમાં ઉછાળો, પ્રતિ કિલો 20થી 30 ટકાનો વધારો- Video

રાજકોટમાં એક સપ્તાહમાં માત્ર મનપાના આરોગ્ય કેન્દ્રોમાં ( dengue ) ડેન્ગ્યુના 11 કેસ નોંધાયા છે. જ્યારે શરદી ઉધરસના 693, ઝાડા ઉલ્ટીના 175, સામાન્ય તાવના 54 અને ચિકનગુનિયા 4 કેસ નોંધાયા છે. 336 ઘર અને 79 વાણિજ્ય એકમને મચ્છરના ઉપદ્રવ બદલ નોટિસ ફટકારવામાં આવી છે.અને 60 એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને સુરતમાં પણ પાણીજન્ય રોગ સહિત મચ્છરજન્ય અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Next Video