Surat Breaking News : રાજ્યમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો, સુરતમાં વધુ 2 લોકોના મોત, જુઓ Video

Surat Breaking News : રાજ્યમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો, સુરતમાં વધુ 2 લોકોના મોત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 04, 2023 | 10:03 AM

સુરતમાં રોગચાળાથી વધુ બે લોકોના મોત થયા છે. સુરતમાં ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થીનીના મોત થયા છે. જેમાં વિદ્યાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. અચાનક તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.તો 32 વર્ષિય યુવાનનું ઝાડા-ઉલ્ટીના કારણે મોત નીપજ્યુ છે.

Surat : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે. તો સુરતમાં રોગચાળાથી વધુ બે લોકોના મોત થયા છે. સુરતમાં ડેન્ગ્યુના કારણે વિદ્યાર્થીનીના મોત થયા છે. જેમાં વિદ્યાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. અચાનક તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે.

આ પણ વાંચો : Surat: ભેસ્તાનમાં બે યુવકો પર એસિડ એટેક કરનાર આરોપી પર જ પડ્યુ એસિડ, ઘટનામાં આરોપીને આંખ અને શરીરના ભાગે થઈ ઈજા, જુઓ Video

તો 32 વર્ષિય યુવાનનું ઝાડા-ઉલ્ટીના કારણે મોત નીપજ્યુ છે. તો બીજી તરફ અમદાવાદમાં મચ્છરજન્ય રોગો અને વાઈરલ ફીવરના કેસોમાં વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો ડબલ સીઝનના કારણે વાઈરલ ફીવરના કેસો વધ્યા છે. રોજના 1200 જેટલા કેસો માત્ર અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં આવી રહ્યાં છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો