અમદાવાદમાં ચોમાસા બાદ રોગચાળાએ લીધો ભરડો, પાણી જન્ય અને મચ્છરજન્ય રોગના દર્દીઓ વધ્યા- Video

|

Sep 14, 2024 | 5:44 PM

અમદાવાદમાં હાલ વરસાદે તો વિરામ લીધો છે પરંતુ રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. શહેરમાં હાલ મચ્છરજન્ય અને પાણી જન્ય રોગોનું પ્રમાણ વધ્યુ છે. શહેરની હોસ્પિટલો, ઝાડા, ઉલટી અને કમળાના દર્દીઓથી ઉભરાઈ રહી છે. છેલ્લા 7 દિવસમાં શહેરમાં ડેન્ગ્યુના 172 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળો વકર્યો છે. ખાસ કરીને પાણી જન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ છે. શહેરમાં મચ્છરજન્ય રોગની વાત કરીએ તો ડેન્ગ્યુના કેસ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જ્યારે પાણી જન્ય રોગચાળામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા સાત દિવસની વાત કરીએ તો ડેન્ગ્યુના 172 જ્યારે ટાઈફોઈડના 164 કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના કેસની સંખ્યા પણ ખૂબ જ ઊંચી છે અને એ જ કારણ છે કે સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

અમદાવાદમાં છેલ્લાં 7 દિવસમાં નોંધાયેલા આંકડાઓ પર નજર કરીએ તો

  • ટાઈફોઈડના 164 કેસ
  • ઝાડ ઉલટીના 146 કેસ
  • કમળાના 113 કેસ
  • જ્યારે કોલેરાનો 1 કેસ સામે આવ્યો છે.

આ તરફ

  • ડેન્ગ્યુના 172 કેસ
  • સાદા મેલેરિયાના 13 કેસ
  • ચિકન ગુનિયાના 12 કેસ નોંધાયા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:42 pm, Fri, 13 September 24

Next Video