ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી અંદાજે 100થી વધુ વિદેશી દારૂની ખાલી બોટલો મળી

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ પાસે 100 થી વધુ ખાલી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી છે. હોસ્ટેલમાં દારૂ કેવીરીતે પહોચ્યો એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. NSUIના કાર્યકરોએ ઝાડીમાં પડેલા ખાલી દારૂની બોટલો એકત્રિત કરી છે.

| Edited By: | Updated on: Jan 29, 2026 | 9:26 AM

શિક્ષણના ધામમાં દારૂની મહેફિલ સામે આવી છે. યુનિવર્સિટી કે, જ્યાં દુર દુરથી વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા અભ્યાસ કરવા આવતા હોય છે. ત્યારે આ યુનિવર્સિટી નહી પરંતુ દારુનો અડ્ડો બની ગઈ છે. કારણ કે,ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ મળી આવ્યો છે. તેમજ આ દારુની એક કે બે બોટલ નહી પરંતુ 100થી વધુ ખાલી દારુની બોટલો મળી આવી છે, જેનો NSUIએ વિરોધ કર્યો છે.હોસ્ટેલમાં દારૂ ક્યાંથી આવ્યો છે ? તેમજ શું હોસ્ટેલના ધાબા પર દારૂની મહેફિલ થાય છે ? તે અંગે પણ હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે.

અંદાજે 100થી વધુ વિદેશી દારૂની બોટલો મળી

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂનો વેપલો ઝડપાયો છે.હોસ્ટેલના કેમ્પસ પાસે દારૂની બોટલોનો ઢગલો જોવા મળતાં ચકચાર મચી છે. અંદાજે 100થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચ્યો છે. આ દારુની બોટલો D બ્લોકના ધાબા પર અને ઝાડીમાંથી મળી આવી છે. NSUIના કાર્યકરોએ ઝાડીમાં પડેલા ખાલી દારૂની બોટલો એકત્રિત કરી છે. તેમજ NUSIએ ઘટનાનો વિરોધ કરતાં કુલપતિ અને રજિસ્ટ્રાર ગાયબ થયા છે.

બંને અધિકારીઓ ગેરહાજર રહેતા રજિસ્ટ્રાર કચેરીમાં જ દેખાવો કરવામાં આવ્યો હતો.હોસ્ટેલમાં દારૂની મહેફિલ થતી હોવાના NSUIના આક્ષેપ છે. હોસ્ટેલમાં કેવી રીતે દારુ આવ્યો તે અંગે NSUIએ સવાલ ઉઠાવ્યા છે.યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વિરોધ યથાવત રાખવા ચીમકી આપવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસ ભવ્ય છે. આ મુખ્ય કેમ્પસ અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલું છે. અહી ક્લિક કરો