Breaking News : સુરત એરપોર્ટ હાઇ એલર્ટ પર, અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી

Breaking News : સુરત એરપોર્ટ હાઇ એલર્ટ પર, અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી

| Updated on: Jul 16, 2026 | 10:50 PM

દમણ નજીક અઝરબૈજાનના વિમાનમાંથી ડિસ્ટ્રેસ સિગ્નલ મળતા સુરત એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. સેટેલાઇટ મારફત મળેલી આ સૂચના બાદ એટીસી અને એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક ઇમર્જન્સી પ્લાન લાગુ કર્યો હતો.

દમણ નજીકથી અઝરબૈજાનના એક વિમાનમાંથી ડિસ્ટ્રેસ સિગ્નલ મળતા સુરત એરપોર્ટ પર ભારે દોડધામ મચી ગઈ હતી. સેટેલાઇટ મારફત વિમાન મુશ્કેલીમાં હોવાનું એલર્ટ મળતાની સાથે જ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ને સૂચના મળી હતી. આ સૂચના બાદ એરપોર્ટ પર તાત્કાલિક ઇમર્જન્સી પ્લાન લાગુ કરવામાં આવ્યો હતો.

એરપોર્ટ પર તમામ ઇમર્જન્સી એજન્સીઓને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવી હતી. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ), ફાયર ફાઇટર્સ અને મેડિકલ ટીમને રનવે લાઇન પર તૈનાત કરવામાં આવી હતી. દમણ નજીક દરિયાઈ વિસ્તારમાં પ્લેનની ચોક્કસ સ્થિતિ જાણવા માટે કોસ્ટ ગાર્ડ સાથે પણ સંકલન સાધવામાં આવ્યું હતું.

આ એલર્ટ મળતા જ એરપોર્ટ ઓથોરિટી તુરંત એલર્ટ મોડ પર આવી ગઈ હતી. અઝરબૈજાનના વિમાનમાંથી મુશ્કેલીનો સંદેશ મળતા કંઈક અજુગતું બન્યું હોવાની આશંકાએ તંત્ર સક્રિય બન્યું હતું. તમામ સેવાઓ અત્યારે હાઇ એલર્ટ પર છે અને સંબંધિત એજન્સીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં આવકવેરાની કોઈ ઝંઝટ નહીં, જાણો

Follow Us