સુરતના ઓલપાડમાં વરસતા વરસાદ વચ્ચે વીજકર્મીઓએ કર્યું એવું ઓપરેશન કે પ્રધાન મુકેશ પટેલ પણ બોલી ઉઠ્યા ધન્ય છે ભાઈઓ…

| Edited By: | Updated on: Nov 27, 2023 | 1:13 PM

સુરત : સુરત જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું હતું. જિલ્લાના ઓલપાડ તાલુકામાં સ્ટેટ હાઇવે વાવાઝોડાના કારણે બ્લોક થયો હતો. વીજળીનો પુરવઠો ખોરવાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સુરત : સુરત જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું હતું. જિલ્લાના ઓલપાડ તાલુકામાં સ્ટેટ હાઇવે વાવાઝોડાના કારણે બ્લોક થયો હતો. વીજળીનો પુરવઠો ખોરવાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલે સ્થળ મુલાકાત લઈ કામગીરી ઝડપી બને તે માટી વિશેષ પ્રયત્નો હાથ ધર્યા હતા.

મંત્રી મુકેશ પટેલે DGVCL ની ટીમોને જરૂરી સૂચના આપી તાત્કાલિક રીપેરીંગ કામગીરી માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. ઘણા મુખ્ય ગામડાઓમાં વીજકંપનીની લાઈન બંધ હોવાથી લોકોએ હાલાકી સહન કરવી પડી હતી.

ઓલપાડ તાલુકામા વરસતા વરસતામાં મોડી રાતે પણ પોતાના જીવના જોખમે લોકોના ઘર સુધી વીજળી પહોંચાડવા કામગીરી કરનાર DGVCLના કર્મયોગી વીજકર્મીઓ મંત્રી મુકેશ પટેલે બિરદાવ્યા હતા. વરસતાં વરસાદમાં પડકાર વચ્ચે ઓલપાડ તાલુકામાં બંધ ફિડરોને કાર્યરત કરવાની કામગીરી કરી વિજપુરવઠો શરૂ કરતા મંત્રીએ કર્મચારીઓની પીઠ થપથપાવી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 27, 2023 01:06 PM