Gujarati video : ભારે પવન ફૂંકાતા મહેસાણા જિલ્લામાં વીજપોલ ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીમાં

|

May 30, 2023 | 3:09 PM

ભારે પવન ફૂંકાતા મહેસાણા જિલ્લામાં વીજપોલ ધરાશાયી થયો છે. વિઠ્ઠલપાર્ક સોસાયટી નજીક વીજ થાંભલો (electricity pole) ધરાશાયી થયો છે. વીજ (electricity) પુરવઠો ખોરવાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહેસાણા (Mehsana) જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે આકાશમાં વાદળો છવાયેલા જોવા મળ્યા. ભારે પવનના કારણે રસ્તા પર ધૂળની ડમરી ઉડતા પણ જોવા મળી. ભારે પવન ફૂંકાતા મહેસાણા જિલ્લામાં વીજપોલ ધરાશાયી થયો છે. વિઠ્ઠલપાર્ક સોસાયટી નજીક વીજ થાંભલો (electricity pole) ધરાશાયી થયો છે. વીજ (electricity) પુરવઠો ખોરવાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ વીજ પ્રવાહે થાંભલો ધરાશાયી થતાં વીજ કંપનીને જાણ કરવામાં આવી છે. તો વીજ કંપનીએ પ્રવાહ બંધ કરી સમારકામ શરૂ કર્યું છે.

આ પણ વાંચો-Gujarati video : કચ્છના અંજાર માર્કેટ યાર્ડમાં વરસાદથી વ્યાપક પ્રમાણમાં નુકસાન, કેરીના અનેક બોક્સ પલળી ગયા

ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો રસ્તા પર ધરાશાયી થયા છે. વિસનગર-મહેસાણા રોડ પર 3 વૃક્ષો ધરાશાયી થયા છે. બાસણા ગામ નજીક વૃક્ષો ધરાશાયી થતા એક તરફનો રોડ બ્લોક કરવામાં આવ્યો છે. ભારે પવનના કારણે મહેસાણા જિલ્લામાં અનેક વસ્તુઓના નુકસાનની માહિતી સામે આવી છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video