ગાંધીનગરની જનતા વિકાસની રાજનીતિને વોટ આપશે : જીતુ વાઘાણી

| Edited By: | Updated on: Sep 27, 2021 | 8:03 AM

કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે વિપક્ષ ગમે તેવો દુષ્પ્રચાર કરે, પરંતુ ભાજપનો કાર્યકર ગાંધીનગર મનપામાં મુંગા મોઢે પ્રચાર કરશે અને ગાંધીનગરની જનતા વિકાસની રાજનીતિને મત આપશે.

ગાંધીનગર(Gandhinagar) મનપાની ચૂંટણીનો પ્રચાર (Election Campaign) પૂરજોશમાં ચાલી રહ્યો છે.પહેલીવાર મનપાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે.ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારો જીત ઘરે ઘરે ફરીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે

તેવા સમયે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે , વિપક્ષ ગમે તેવો દુષ્પ્રચાર કરે, પરંતુ ભાજપનો કાર્યકર ગાંધીનગર મનપામાં મુંગા મોઢે પ્રચાર કરશે અને ગાંધીનગરની જનતા વિકાસની રાજનીતિને મત આપશે.ગાંધીનગર મનપાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.

ત્યારે ચૂંટણી પ્રચાર માટે પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ નેતાઓ અને પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી સાથે જ મુખ્યપ્રધાને પણ પેજ સમિતિનું સંમેલન યોજીને મનપાની તમામ બેઠકો જીતવા તનતોડ પ્રસાયો શરૂ કર્યા છે.

આ પણ વાંચો : મહીસાગરના કડાણા ડેમને હાઇએલર્ટ પર મુકાયો, 118 ગામોને એલર્ટ કરાયા

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે નીમાબેન આચાર્ય, જાણો તેમની રાજકીય સફર

Published on: Sep 27, 2021 07:42 AM