અમદાવાદમાં ઈન્ડો અમેરિકન એજ્યુકેશન સોસાયટી દ્વારા એજ્યુકેશન ફેરનું આયોજન, જુઓ Video

| Edited By: | Updated on: Sep 01, 2023 | 9:04 PM

આ એજ્યુકેશન ફેરમાં અમેરિકાથી 20થી 25 જેટલી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને યુનિવર્સિટી વિશે તમામ માહિતીઓ આપી હતી. યુનિવર્સિટીમાં ક્યા ક્યા કોર્ષ છે તેમજ કઈ રીતે ભણતર આપવામાં આવે છે, ફી સ્ટ્રકચર કઈ પ્રકારનું છે, હોસ્ટેલ સહિતની માહિતીઓ આપવામાં આવી હતી.

અમદાવાદમાં (Ahmedabad) ઈન્ડો અમેરિકન એજ્યુકેશન સોસાયટી દ્વારા એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે યુએસની અલગ અલગ યુનિવર્સિટીઓએ ફેરમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો Ahmedabad: વર્ષ 2036ની યજમાની કરી શકે છે ગુજરાત, ઓલિમ્પિક બીડ માટે સરકાર દ્વારા તડામાર તૈયારી, પ્રાઈવેટ કંપનીની કરાઈ રચના

આ એજ્યુકેશન ફેરમાં અમેરિકાથી 20થી 25 જેટલી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને યુનિવર્સિટી વિશે તમામ માહિતીઓ આપી હતી. યુનિવર્સિટીમાં ક્યા ક્યા કોર્ષ છે તેમજ કઈ રીતે ભણતર આપવામાં આવે છે, ફી સ્ટ્રકચર કઈ પ્રકારનું છે, હોસ્ટેલ સહિતની માહિતીઓ આપવામાં આવી હતી.

આ ફેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા અને જાણકારી મેળવી હતી. ઈન્ડો અમેરિકન એજ્યુકેશન સોસાયટી દ્વારા દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ કોરોના પછી પ્રથમ વખત એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો