Gujarat Election 2022 : સુરતમાં 75 લાખની રોકડ મુદ્દે તપાસનો ધમધમાટ, પોલીસે હવે EDને સોંપી તપાસ
પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે તેમાં એક દિલ્લીના ઉદય ગુર્જર અને બીજો રાંદેરનો મોહમ્મદ ફૈઝ છે. આ બંને શખ્સો કારમાં 75 લાખ રોકડ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન મહિધરપુરામાં પોલીસે ઝડપી પાડ્યા હતા.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : સુરતના મહિધરપુરામાંથી 75 લાખની રોકડ ઝડપાવા મુદ્દે પોલીસે હવે ED ને તપાસ સોંપી છે. ED તપાસ કરશે કે આ રૂપિયા કોના છે અને કોને મોકલવાના હતા. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે તેમાં એક દિલ્લીના ઉદય ગુર્જર અને બીજો રાંદેરનો મોહમ્મદ ફૈઝ છે. આ બંને શખ્સો કારમાં 75 લાખ રોકડ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન મહિધરપુરામાં પોલીસે ઝડપી પાડ્યા હતા. કારમાંથી કોંગ્રેસના પેમ્ફલેટ્સ મળી આવ્યા છે. જેના પરથી એવી શક્યતા સેવાઈ રહી છે કે આ રૂપિયા ચૂંટણીમાં કોંગ્રેસ માટે લવાયા હોઈ શકે છે.
આચારસંહિતામાં લાખોની રકમની હેરાફેરી
એક તરફ ગુજરાતમાં ચૂંટણી નો માહોલ જામ્યો છે અને બીજી તરફ રૂપિયાની હેરાફેરીએ પોલીસની ચિંતા વધારી છે. સુરતમાં કારમાંથી લાખો રૂપિયા મળી આવતા પોલીસ દોડતી થઈ છે. માહિતી મુજબ સુરતના મહિધરપુરામાં એક કારમાંથી 75 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. મહત્વનું છે કે, જપ્ત કરાયેલી કારમાંથી મોટા પ્રમાણમાં કોંગ્રેસના પેમ્પલેટ્સ મળી આવ્યા છે. જેથી શંકાની સોય હાલ કોંગ્રેસ તરફ છે. હાલ તો પોલીસે ક્યાંથી રૂપિયા મંગાવવામાં આવ્યા, કોના દ્વારા મંગાવવામાં આવ્યા. તેના પર તપાસ કરવામાં આવી રહી છે.