ગુજરાતના કરછમાં ફરી ધરા ધ્રુજી, ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી નજીક

| Edited By: | Updated on: Jan 20, 2022 | 6:32 AM

કચ્છમાં આવેલા ભુંકપનુ કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 16 કિ.મી સાઉથ વેસ્ટ હોવાનું માલૂમ પડ્યું છે. તેમજ ભૂકંપના લીધે ખાવડા સહિત કચ્છના કેટલાક વિસ્તારોમા લોકોએ કરી ભુંકપના આંચકાની અનુભુતી કરી હતી.

ગુજરાતના(Gujarat) કરછમાં(Kutch)ફરી એક વાર ધરા ધ્રુજી છે. જેમાં કચ્છમાં બુધવારે રાત્રે ભુંકપનો (Earthquake) આંચકો નોંધાયો હતો. જેમાં કચ્છમાં રાત્રે 9: 43 મીનીટે 3.8 ની ત્રિવતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જો કે તેમાં કોઇ જાનહાની થઇ નથી. ભુંકપનુ કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 16 કિ.મી સાઉથ  સાઉથ વેસ્ટ હોવાનું માલૂમ પડ્યું છે. તેમજ ભૂકંપના લીધે ખાવડા સહિત કચ્છના કેટલાક વિસ્તારોમા લોકોએ કરી ભુંકપના આંચકાની અનુભુતી કરી હતી.

ગુજરાતમાં સામાન્ય રીતે કચ્છમાં ભૂકંપના અનેક આંચકા આવી રહ્યા છે. તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને અન્ય વિસ્તારોના ભૂકંપના હળવા આંચકા સમયાંતરે નોંધાય રહ્યા છે. તેમજ આ અંગે ગુજરાત સિસ્મોલોજી સેન્ટર તેની પર સતત ધ્યાન રાખી રહ્યું છે, તેમજ ભૂકંપના આ આંકડાઓનો અભ્યાસ કરીને સાવચેત રહેવા માટે સૂચના પણ આપે છે.

ભૂકંપ શા માટે આવે છે ? 
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે, તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે, પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે વધુ દબાણ વધે છે, ત્યારે પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. નીચેની ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે અને વિક્ષેપ પછી ભૂકંપ આવે છે.

આ પણ વાંચો : Ahmedabad : એક કા ડબલના કેસમાં ઠગ ભાઇ-બહેનની ધરપકડ, ઠગબાજોએ 3 કરોડનું ચૂનો ચોપડયો

આ પણ વાંચો :રાજ્ય સરકારનો સિનિયર સિટીઝન માટે નવો અભિગમ, શરૂ કરાઇ 24 કલાક કાર્યરત હેલ્પલાઇન

Published on: Jan 20, 2022 06:28 AM