દ્વારકાધિશની નગરીમાં મહારાસનું આયોજન, એકસાથે 37000 જેટલી આહિર સમાજની બહેનો બે દિવસ સુધી રાસ રમી નોંધાવશે વિશ્વ રેકોર્ડ- વીડિયો

દ્વારકાધિશની નગરીમાં મહારાસનું આયોજન, એકસાથે 37000 જેટલી આહિર સમાજની બહેનો બે દિવસ સુધી રાસ રમી નોંધાવશે વિશ્વ રેકોર્ડ- વીડિયો

| Updated on: Dec 23, 2023 | 6:36 PM

દ્વારકાધિશની નગરીમાં મહારાસનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહારાસ દ્વારા કૃષ્ણની નગરીમાં 5000 વર્ષ જુના ઈતિહાસનું પુનરાવર્તન થવા જઈ રહ્યુ છે. આજથી બે દિવસ સુધી દ્વારકામાં 37000 જેટલી આહિર સમાજની બહેનો મહારાસ કરશે અને મહારાસને દ્વારકાધિશના ચરણોમાં રજૂ કરશે. આ મહારાસ દ્વારા એક વિશ્વરેકોર્ડ પણ બનવા જઈ રહ્યો છે.

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં ઈતિહાસ ફરી જીવંત થવા જઈ રહ્યો છે. દ્વારકામાં 23 અને 24 ડિસેમ્બરે શ્રી કૃષ્ણની નગરીમાં આવેલા નંદધામમાં એકસાથે 37000 જેટલી આહિર સમાજની બહેનો દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યુ છે. અખીલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનના ઉપક્રમે આ મહારાસ ઉત્સવ યોજાશે. જેમાં 37 હજાર જેટલી આહિર સમાજની મહિલાઓ પરંપરાગત પરિધાન અને આભૂષણો પહેરી મહારાસ કરશે. ત્યારબાદ ભગવાન દ્વારકાધિશના ચરણોમાં આ રાસ રજૂ કરવા શાંતિ યાત્રા કાઢવામાં આવશે.

આ મહારાસમાં જોડાવા માટે સૌરાષ્ટ્ર સહિતની આહિરાણીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસ આયોજિત કરવામાં આવ્યો છે. જે વિશ્વરેકોર્ડ બનવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમની પહેલી આમંત્રણ પત્રિકા સ્વરૂપની કંકોત્રી ભગવાન દ્વારકાધિશને અર્પણ કરવામાં આવી હતી. આ મહારાસના મુખ્ય આયોજનમાં 24મી ડિસેમ્બરે રવિવારે સવારે 5 વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં રૂક્ષમણી માતાના મંદિર પાછળ આવેલા વિશાળ ચોગાનમાં પરંપરાગત પરિધાનમાં આહિર સમાજની બહેનો મહારાસ કરશે. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણના ચરકણોમાં આ રાસ રજૂ કરવા શાંતિ યાત્રા કાઢવામાં આવશે.

આ પણ વાંચો: સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલ આપશે રાજીનામું, નકલી ટોલનાકુ નડી ગયાની ચર્ચા, બેઠકમાં પસાર થઈ શકે છે ઠરાવ

દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો